-
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન
-
રાજ્યમાં AAP નેતાઓ સામે થઈ છે અનેક અરજીઓ
-
રાજ્યના યુવાઓ ધુસ થયેલી પાર્ટીનો બની રહ્યા ભોગ
-
AAP પાર્ટીના જ કાર્યકરો પાર્ટી સામે કર્યા છે આક્ષેપો
-
તમામ અરજીની તપાસ કરવામાં આવશે : Dy. CM
ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત ખાતેથી આમ આદમી પાર્ટી પર નિશાન સાધતા ગંભીર આકરા પ્રહારો કર્યા હતા. સુરત ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટી પર ગંભીર આકરા પ્રહારો કર્યા હતા. હર્ષ સંઘવીએ જણાવ્યુ હતું કે, ગુજરાતના યુવાઓ ધુસ થયેલી પાર્ટીનો ભોગ બની રહ્યા છે.
રાજ્યમાં AAPના નેતાઓ સામે અનેક અરજીઓ થઈ છે. એટલું જ નહીં, AAP પાર્ટીના જ કાર્યકરો પાર્ટી સામે આક્ષેપો કરી રહ્યા છે. કેટલાક કાર્યકરે કહ્યું કે, ટિકિટના નામે ઇન્ચાર્જએ રૂપિયા લીધા છે, જ્યારે ઇન્ચાર્જ કહે છે પ્રદેશના નેતાઓએ રૂપિયા લીધા છે. આ ખૂબ જ શરમજનક બાબત છે કે, ગુજરાતમાં આવી ગંદી રાજનીતિ રમવાનો ક્યારેય પ્રયત્ન થયો નથી. વધુમાં હર્ષ સંઘવી જણાવ્યુ હતું કે, ગુજરાતની જનતાની સુરક્ષા અને જવાબદારી એ ભાજપના દરેક કાર્યકર્તાનો સંકલ્પ છે.
એટલું જ નહીં, પંજાબના લોકોને કેવી રીતે ભરમાવામાં આવ્યા હતા, અને આજે પંજાબમાં શું સ્થિતિ છે. AAP પાર્ટી દરેક રાજ્યની ચૂંટણીમાં નવા તાઈફાઓ લાવતી હોય છે. અને એકવાર મત મળી જાય તે વિસ્તારની આજે શું હાલત છે, તે ગુજરાતના નાગરિકો સારી રીતે જાણતા હોવાની પણ હર્ષ સંઘવીએ વાત કરી હતી.
