/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/07/14132444/orig_silver.jpg)
સોનાની તુલનાએ ચાંદીમાં તોફાની તેજી જોવા મળી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી ઝડપી 19.50 ડોલર નજીક 19.47 ડોલર પહોંચી છે જેના કારણે સ્થાનિક બજારમાં આજે ખુલતી બજારે વધુ રૂ.800 ઉછળી રૂ.52000ની સપાટી કુદાવી રૂ.52300 બોલાઇ રહી છે. સોનાની સતત વધી રહેલી કિંમતો અને ઉંચા ભાવના કારણે રોકાણકારો હવે ચાંદી તરફ આકર્ષાયા છે.
આ ઉપરાંત ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ ખુલવા સાથે હંજફંડોનું પણ ચાંદીમાં વધી રહેલી ખરીદીના કારણે તેજીનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી 19.70 ડોલરની સપાટી ઉપર બંધ આપે તો આગળ જતા 20.30-21.00 ડોલરની સપાટી સુધી પહોંચી શકે છે.
વૈશ્વિક સોનું 9 વર્ષની ઉંચાઇએ પહોંચી 1813 ડોલર ક્વોટ થઇ રહ્યું છે જેના કારણે સ્થાનિકમાં પણ ભાવ નવી ટોચે પહોંચ્યા છે. ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો આજે સ્થિર રહ્યો હતો જેના કારણે ઝડપી તેજી અટકી છે. આગળ જતા રૂપિયામાં વધુ ઘસારો થશે તો સોના-ચાંદીમાં ઝડપી તેજીની શક્યતા રહેલી છે.