કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક મોટો નિર્ણય લેતા ધરણાં કરવાના સ્થળોની યાદીમાંથી જંતર મંતરને બહાર કરી દીધું છે,એટલે કે હવે જંતર મંતર ખાતે ધરણાં પ્રદર્શન નહીં કરી શકાય. હવે દિલ્હીમાં ત્રણ સ્થળોએ જ ધરણા કરી શકાશે જેમાં એક રામલીલા મેદા, બીજું બુરાડી મેદાન અને સીબીડી ગ્રાઉન્ડ સ્થળને જ ધરણાં સ્થળોની યાદીમાં ફાઈનલ કરી દેવાયા છે.

ઉલ્લેખનીય છે કે સીજેપી દ્વારા પણ ફરી એકવાર જંતર મંતર ખાતે દેખાવો કરવાની મંજૂરી માગવામાં આવી રહી હતી અને દિલ્હી પોલીસને આ મામલે નિર્ણય લેવા અલ્ટીમેટમ આપી દેવામાં આવ્યું હતું. જોકે ગૃહ મંત્રાલય તરફથી આ પ્રકારની નોટિફિકેશન જાહેર કરી દેવાતા હવે સીજેપીના દેખાવોના પ્લાનમાં ફેરફાર કરવાની ફરજ પડી શકે છે.
