પુણે કોર્ટની બહાર એક કેસના આરોપી મંદાર કિવલેની ધોળે દહાડે નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે. હુમલાખોરોએ ધારદાર હથિયારો અને બંદૂક બંનેનો ઉપયોગ કર્યો હતો. પોલીસને શંકા છે કે, આ હુમલો જૂની અદાવતનું પરિણામ હોઈ શકે છે.

મહારાષ્ટ્રના પુણેમાં ભારે ચકચાર મચી ગઈ, જ્યારે હત્યાના એક કેસના આરોપીની જે કાયદાકીય કાર્યવાહી માટે કોર્ટમાં આવ્યો હતો, ત્યાં નિર્દયતાથી હત્યા કરવામાં આવી. હુમલાખોરોએ પહેલા તેના પર ધારદાર હથિયારોથી હુમલો કર્યો અને ત્યારબાદ તેને ગોળી મારી દીધી.

આ ભયાનક ઘટનામાં પીડિત મંદાર મારુતિ કિવલે પર 2 વ્યક્તિઓએ વારંવાર ધારદાર હથિયારોથી પ્રહાર કર્યો હતો. ત્યારબાદ હુમલાખોરો 2 સ્કૂટર પર સવાર થઈને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. પોલીસે જણાવ્યું કે, મૃતક મંદાર મારુતિ કિવલે પોતે પણ હત્યાના એક કેસમાં આરોપી હતો. 20 એપ્રિલ, 2024ના રોજ, પુણેના સંતોષનગર-કાત્રજ વિસ્તારમાં જમીન અને પૈસાના વિવાદને લઈને શુભમ સુભાષ ચવ્હાણ નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી.

કિવલે આ હત્યા કેસના સંબંધમાં જેલમાં હતો. તે માત્ર 4ર દિવસ પહેલા જ જેલમાંથી મુક્ત થયો હતો, અને કાયદાકીય કાર્યવાહી માટે કોર્ટમાં પહોંચતા જ તેના પર હુમલો થયો હતો. તો બીજી તરફ, પોલીસે CCTV ફૂટેજ અને વાયરલ થયેલા વીડિયોના આધારે ફરાર હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે.