/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/Final-Logo-1.jpg)
ખેડા જિલ્લાના ડાકોરમાં નૂતન
વર્ષના પ્રારંભે નિત્યરીતી મુજબ રાજભોગ સર્યા બાદ ગોવર્ધન પૂજા થાય છે. અન્નકૂટ મહોત્સવ એ નંદબાબા સહીત
વ્રજજનોનો અન્યાશ્રમ છોડાવવાની અને સ્વર્ગના રાજા ઈન્દ્રના માનભંગની લીલા છે. જે
ભાવ સાથે મંદિરમાં ગોવર્ધન પૂજા થાય છે. ડાકોરના ઠાકોરજીનો ઠાઠ
માણવા અનેક શ્રદ્ધાળુઓ ડાકોર મંદિર પહોંચે છે. ગોવર્ધન પૂજા થયા બાદ બંધ બારણે
પ્રભુને સ્થાનિક બ્રાહ્મણો દ્વારા અન્નકૂટ પીરસાય છે. જેમાં ઉપસ્થિત શ્રધ્ધાળુઓ અન્નકૂટના પ્રસાદની લૂંટ ચલાવી લૂંટ ઉત્સવ મનાવે
છે.
ખેડા જિલ્લાના ડાકોર ખાતે ડાકોર ટેમ્પલ કમિટીના ટ્રસ્ટી મંડળે આશરે 250 વર્ષથી એટલે કે, હાલના મંદિરના નિર્માણકાળથી આ પરંપરા અહીંના લોકરીવાજ મુજબ અમલમાં મૂકી
છે. જે મુજબ સવારે મંદિરમાં પ્રતીકાત્મક ગોવર્ધન પૂજા
કરવામાં આવે છે, ત્યારબાદ તે હેતુને સાર્થક કરવા અન્નકૂટ ઉત્સવ કરવામાં
આવે છે. આ દરમ્યાન આજુબાજુના 80થી વધુ ગામોને
અન્નકૂટનો પ્રસાદ લેવા તેંડુ મોકલવામાં આવે છે. જે તે ગામના ક્ષત્રિય શ્રદ્ધાળુઓ
પોતાના ગામ, ફળિયાનું નેતૃત્વ લઇ પ્રસાદી લૂંટવા પહોંચે છે. જે પ્રસાદ
મંદિરથી લઇ પોતાના ઘર ફળીયા મિત્રો સુધી પહોંચે છે. ડાકોરના ઠાકોરજીનો આ ઠાઠ માણવા
અનેક ભક્તો શ્રદ્ધાળુઓ ડાકોર મંદિર પહોંચે છે. જોકે આ લૂંટ ઉત્સવમાં માત્ર
આજુબાજુના ક્ષત્રિય જ્ઞાતિના લોકો જ ભાગ લઇ શકે છે.
ડાકોરના ઠાકોરજીના મંદિરમાં 125 મણની સામગ્રી સહિત અન્નકૂટનો પ્રસાદ પીરસાય છે. જેમાં મુખ્યત્વે ભાત, બુંદી, જલેબી, મોહનથાળ, શાકભાજી, ફળ ફળાદી વગેરે મુકવામાં આવે છે. ત્યાર બાદ સવા
કિલોનો બુંદીનો લાડુ ટોચે પધરાવી સજાવટ કરવામાં આવે છે. તેના ઉપર ગાયના શુધ્ધ ઘી પણ છાંટવામાં આવે છે. તુલસીનો હાર ચઢાવી શ્રીજીમહારાજને ભોગ ધરાવવામાં આવે છે. જોકે આ તમામ
સામગ્રી 3000 કિલો જેટલી થાય છે. આ સમગ્ર સામગ્રી પ્રભુ સન્મુખ પીરસવામાં મંદિરના સેવકો, બ્રાહ્મણો, સ્નાન કરી ધોતી પહેરી અપરસમાં (સ્નાન કરી પલળતા કપડે) પીરસતા હોય છે. શ્રીજી મહારાજના પટ ખુલતા કપૂરથી આરતી કરવામાં
આવે છે. આસપાસના ગામોમાં આમંત્રણ આપવાથી આવેલ ક્ષત્રિય ગ્રામજનો અન્નકૂટ લૂંટવા
દોડે છે. જે પ્રભુને ધરેલ અન્નકૂટ લૂંટાયા બાદ સમગ્ર મંદિર પરીસરને પાણીથી ધોવામાં
આવે છે. આ દિવસે મંદિરના દ્વાર નિત્યક્રમ અનુસાર ન
ખુલતા એક કલાક મોડા ખુલે છે.