/connect-gujarat/media/post_banners/eaeba40fd79b4a03d58a8504ebdc3cdcf6cccbf49f300ff118941e5406ad625c.webp)
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ઓલિમ્પિક લેજેન્ડ યુસૈન બોલ્ટને આગામી ICC મેન્સ T20 વર્લ્ડ કપ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કર્યો છે. T20 વર્લ્ડ જે 1 થી 30 જૂન 2024 દરમિયાન વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાશે.11 વખતનો વર્લ્ડ ચેમ્પિયન બોલ્ટ જમૈકા, વેસ્ટ ઈન્ડિઝનો છે. તેણે 2017માં લંડન વર્લ્ડ ચેમ્પિયનશિપ બાદ નિવૃત્તિ લીધી હતી. તેણે તેની છેલ્લી ટુર્નામેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો.બોલ્ટે કહ્યું, હું આગામી T20 વર્લ્ડ કપનો બ્રાન્ડ એમ્બેસેડર બનીને રોમાંચિત છું. રમત હંમેશા મારા હૃદયમાં એક વિશેષ સ્થાન ધરાવે છે, અને હું વિશ્વ કપમાં વેસ્ટ ઈન્ડિઝની મેચમાં હાજરી આપવા અને વિશ્વ સ્તરે ક્રિકેટના વિકાસમાં યોગદાન આપવા માટે ઉત્સુક છું. જ્યારે હું વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝને ચોક્કસપણે સમર્થન આપીશ, ત્યારે અમેરિકામાં રમત લાવવી એ ક્રિકેટ માટે મોટી વાત છે. આ વિશ્વનું સૌથી મોટું સ્પોર્ટ્સ માર્કેટ છે અને અમે T20 વર્લ્ડ કપ માટે શું કરીશું તે 2028માં LA ઓલિમ્પિક્સમાં ક્રિકેટને સામેલ કરવાની એક શ્રેષ્ઠ તક છે.