2024 ડાયમંડ લીગ ફાઇનલમાં નીરજ ચોપરા બીજા ક્રમે રહ્યો હતો. તેણે ત્રીજા પ્રયાસમાં 87.86 મીટરનો બેસ્ટ થ્રો ફેંક્યો હતો. તે ચેમ્પિયન બનવાથી 0.01 મીટર દૂર રહ્યો હતો. ગ્રેનાડાના એન્ડરસન પીટર્સે પ્રથમ પ્રયાસમાં 87.87 મીટરના બેસ્ટ થ્રો સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું.
નીરજે પ્રથમ પ્રયાસમાં 86.82 મીટરનો થ્રો કર્યો હતો. જર્મનીના જુલિયન વેબર 85.97 મીટરના બેસ્ટ થ્રો સાથે ત્રીજા સ્થાને રહ્યો. ફાઇનલમાં 7 ભાલા ફેંકનારાઓએ ભાગ લીધો હતો. જેમાંથી 4 ફેંકનારા 83 મીટર પણ ફેંકી શક્યા ન હતા.ડાયમંડ લીગ ફાઇનલ 13 અને 14 સપ્ટેમ્બરના રોજ બ્રસેલ્સ, બેલ્જિયમના કિંગ બાઉડોઈન સ્ટેડિયમ ખાતે યોજાઈ હતી. શુક્રવારે ભારતના અવિનાશ સાબલે 3000 મીટર સ્ટીપલચેઝ ઈવેન્ટમાં 9મું સ્થાન મેળવ્યું હતું.