Connect Gujarat
સ્પોર્ટ્સ

2nd T-20 Ind Vs Aus : ભારતીય ટીમે T20 સિરીઝની બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાને 44 રને હરાવ્યું

2nd T-20 Ind Vs Aus : ભારતીય ટીમે T20 સિરીઝની બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાને 44 રને હરાવ્યું
X

ભારતીય ટીમે T20 સિરીઝની બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાને 44 રને હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયાની આ સતત ચોથી જીત છે. આ જીત સાથે ટીમે 5 મેચની સિરીઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે.

તિરુવનંતપુરમમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 4 વિકેટે 235 રન બનાવ્યા હતા. જવાબમાં કાંગારૂ ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 191 રન જ બનાવી શકી હતી. પ્રસિદ્ધ ક્રિષ્ના અને રવિ બિશ્નોઈએ 3-3 વિકેટ લીધી હતી.

આ પહેલાં ઓપનર યશસ્વી જયસ્વાલે 53, ઈશાન કિશને 52 અને ઋતુરાજ ગાયકવાડે 58 રન બનાવ્યા હતા.

Next Story