New Update
/connect-gujarat/media/media_files/hXEG0ac2V140tcwUZbTC.png)
T20 ક્રિકેટ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા પાંચ દિવસ પછી ઝિમ્બાબ્વે સામે પાંચ મેચની T20 શ્રેણી રમશે. જોકે, આપને જણાવી દઈએ કે, આ તે ટીમ નહીં હોય જેણે વર્લ્ડ કપ જીત્યું હોય. ભારતની યુવા ટીમ ઝિમ્બાબ્વેના પ્રવાસે જશે.
ટીમ ઈન્ડિયાને ઝિમ્બાબ્વેમાં પાંચ મેચોની ટી-20 શ્રેણી રમવાની છે જે 6 જુલાઈથી શરૂ થશે. આ ટીમનો કેપ્ટન શુભમન ગિલ ભારતીય કેપ્ટન હશે. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પ્રથમ T20 મેચ 6 જુલાઈએ રમાશે. બીજી T20 મેચ 7 જુલાઈએ અને ત્રીજી T20 મેચ 10 જુલાઈએ તો ચોથી T20 મેચ 13 જુલાઈએ અને પાંચમી અને અંતિમ T20 મેચ 14 જુલાઈએ રમાશે.