ભારતીય T20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ દુલીપ ટ્રોફી 2024-2025ના પહેલા તબક્કામાંથી બહાર થઈ ગયો છે. ગયા અઠવાડિયે બુચી બાબુ ટૂર્નામેન્ટમાં મુંબઈ તરફથી રમતી વખતે તેને હાથમાં ઈજા થઈ હતી. હાલમાં, તેને આરામની સલાહ આપવામાં આવી છે અને તે ફિટનેસ પ્રક્રિયામાંથી પસાર થવા માટે હાલમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં હાજર છે.
તમને યાદ અપાવી દઈએ કે સૂર્યકુમાર ગયા અઠવાડિયે TNCA XI માટે બીજી ઇનિંગમાં બેટિંગ કરી શક્યો ન હતો. મેચના ત્રીજા દિવસે તેને હાથમાં ઈજા થઈ હતી અને તે પછી તે ફિલ્ડિંગ કરવા મેદાનમાં પણ આવ્યો ન હતો. તે સમયે મુંબઈ ટીમના મેનેજમેન્ટે સ્વીકાર્યું હતું કે સૂર્યાને ગંભીર ઈજા થવાથી બચાવવા માટે તેને ફિલ્ડ અને બેટિંગ માટે મોકલવામાં આવ્યો ન હતો.