વિશ્વ વિજેતા ટીમ ઇન્ડિયાનું વતનમાં આગમન, સાંજે મુંબઈમાં ભવ્ય પરેડ યોજાશે

ટીમ ઈન્ડિયા દિલ્હી એરપોર્ટ પર પહોંચી ગઈ છે. ચાહકો તેમના હીરોની એક ઝલક મેળવવા માટે ત્યાં છે. ટીમના સ્વાગત માટે સવારે 5 વાગ્યાથી જ ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર ચાહકોની ભીડ જામી

author-image
By Connect Gujarat Desk
New Update
ટીમ ઈન્ડિયાટીમ ઈન્ડિયા દિલ્હી એરપોર્ટ પર પહોંચી ગઈ છે. ચાહકો તેમના હીરોની એક ઝલક મેળવવા માટે ત્યાં છે. ટીમના સ્વાગત માટે સવારે 5 વાગ્યાથી જ ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર ચાહકોની ભીડ જામી હતી.
દેશમાં ટીમના ભવ્ય સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી છે.

આ સ્વાગત ધોનીની બ્રિગેડ જેવું જ હશે જેણે 17 વર્ષ પહેલા T-20 વર્લ્ડ કપ જીત્યો હતો.ટીમ ઈન્ડિયા એરપોર્ટ પહેલા હોટલમાં જશે. આ પછી પીએમ આવાસ પહોંચશે. મોદી સાથે નાસ્તો કરશે. આ પછી મુંબઈ જવા રવાના થશે. અહીં પણ 2007માં પ્રથમ વર્લ્ડ કપ જીતનાર ધોનીની ટીમની તર્જ પર, સાંજે 5 વાગ્યે નરીમાન પોઈન્ટથી વાનખેડે સ્ટેડિયમ સુધી ખુલ્લી છતની બસમાં ટીમની વિજય પરેડ થશે. ત્યારબાદ સન્માન સમારોહમાં રોકડ પુરસ્કાર આપવામાં આવશે.

Latest Stories