/connect-gujarat/media/post_banners/2efa342060c92acef0fd45040460a5d6c66e674cd3c87e4d566b6dfa3047087c.webp)
ક્રિકેટર ઋષભ પંત ને લઈ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે તેમની કારનો અકસ્માત થયો છે. ક્રિકેટર પણ ગંભીર રીતે ઘાયલ થઈ ગયો છે અને હાલમાં દવાખાનામાં દાખલ છે. તેમની કાર ડિવાઇડર સાથે અથડાઇ હતી અને ત્યાં જ બળીને ખાખ થઈ ગઈ હોવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે હોસ્પિટલમાંથી સામે આવેલી તસવીરો પણ હાલમાં વાયરલ થઈ રહી છે.
ભારતીય ટીમના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતની કારને અકસ્માત નડ્યો છે.એમાં તેને ઘણી ઈજા થઈ છે. આ દુર્ઘટના રૂરકી ગુરુકુલ નરસન વિસ્તારમાં રૂરકી પરત ફરતી વખતે બની હતી. પંત ની કારને ખરાબ રીતે નુકસાન થયું છે. ભારતીય સ્ટાર ક્રિકેટર ની કેટલીક તસવીરો પણ સામે આવી છે, જેમાં ગંભીર ઈજાઓ દેખાઈ રહી છે. રિષભ પંતની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ અકસ્માત બાદ તેમની કારમાં જોરદાર આગ ફાટી નીકળી હતી. અકસ્માત બાદ પંત ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર ઋષભ પંત ના પગમાં ગંભીર ઈજા થઈ છે. તેની પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવશે રિષભ પંતના ઘાયલ થવાના સમાચાર મળતા અનેક લોકો તેમના હાલચાલ પૂછવા હોસ્પિટલ પહોંચી રહ્યા છે