Adidasએ ટીમ ઈન્ડિયાની નવી જર્સી લોન્ચ કરી, ત્રણેય ફોર્મેટની જર્સી કરી લોન્ચ

New Update
Adidasએ ટીમ ઈન્ડિયાની નવી જર્સી લોન્ચ કરી, ત્રણેય ફોર્મેટની જર્સી કરી લોન્ચ

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ પહેલા ભારતીય ક્રિકેટ ટીમને ભેટ મળી છે. બીસીસીઆઈએ તાજેતરમાં સ્પોર્ટ્સનાં કપડા બનાવતી કંપની adidas India સાથે કરાર કર્યો અને તેને તેની કીટ સ્પોન્સર બનાવી હતી. હવે Adidas ગુરુવારે ટીમ ઈન્ડિયાની નવી જર્સી લોન્ચ કરી છે. Adidas એ ત્રણેય ફોર્મેટની જર્સી લોન્ચ કરી છે. ભારતીય ટીમને 7 થી 11 જૂન સુધી ઓવલમાં ઓસ્ટ્રેલિયા સામે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમવાની છે અને આ ટાઈટલ મેચમાં ટીમ ઈન્ડિયા નવી જર્સી પહેરશે.

Adidas પહેલા, MPLA ટીમ ઈન્ડિયાની કિટ સ્પોન્સર હતી. પરંતુ BCCIએ આ કંપની સાથેનો કરાર સમાપ્ત કર્યો હતો. ત્યારથી બધા રાહ જોઈ રહ્યા હતા કે ભારતીય ટીમની નવી જર્સી કેવી હશે જે હવે પૂરી થઈ ગઈ છે.

T20 જર્સી કોલરલેસ છે અને તેનો રંગ ઘેરો વાદળી છે. આ જર્સીના ખભા પર ત્રણ પટ્ટાઓ પણ છે જે સફેદ રંગની છે. બીજી તરફ, ODI જર્સી આછા વાદળી રંગની છે જેમાં કોલર છે. આ જર્સીના ખભા પર ત્રણ સફેદ પટ્ટીઓ પણ છે. જ્યારે વ્હાઈટ કલરની જર્સી ટેસ્ટ મેચની છે.

Latest Stories