Connect Gujarat
સ્પોર્ટ્સ

અફઘાનિસ્તાનની ટીમ જાન્યુઆરીમાં ભારતના પ્રવાસે, બંને ટીમ વચ્ચે T20 સિરીઝ રમાશે.

અફઘાનિસ્તાનની ટીમ જાન્યુઆરીમાં ભારતના પ્રવાસે, બંને ટીમ વચ્ચે T20 સિરીઝ રમાશે.
X

ભારત vs અફઘાનિસ્તાન T20 સિરીઝઃ અફઘાનિસ્તાનની ટીમ જાન્યુઆરીમાં ભારતના પ્રવાસે જઈ રહી છે. આ દરમિયાન બંને ટીમો વચ્ચે T20 સિરીઝ રમાશે. જેને લઈને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) આવતા અઠવાડિયે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી શકે છે. આ સીરીઝ પહેલા ટી20 ઈન્ટરનેશનલમાં ભારતીય ટીમની કેપ્ટનશીપને લઈને મોટી સમસ્યા છે. હાર્દિક પંડ્યા વર્લ્ડ કપ 2023 દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો, ત્યારબાદ પંડ્યા ટીમની બહાર છે. અહેવાલો અનુસાર, હાર્દિક અફઘાનિસ્તાન સામેની શ્રેણીમાંથી પણ બહાર રહી શકે છે. હાર્દિક બાદ સૂર્યકુમાર યાદવ પણ દક્ષિણ આફ્રિકા સામેની ટી-20 શ્રેણી દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. આવી સ્થિતિમાં તેના રમવાની શક્યતા ઘણી ઓછી છે. હવે મોટો સવાલ એ છે કે અફઘાનિસ્તાન સામેની ટી-20 સિરીઝમાં ટીમ ઈન્ડિયાની કમાન કોણ હશે.

હાર્દિક અને સૂર્યકુમારની ઈજાઓ બાદ એવી આશા છે કે રોહિત શર્મા ફરી એકવાર T20 ઈન્ટરનેશનલમાં વાપસી કરી શકે છે. રોહિત શર્મા ફરી ટી-20માં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરતો જોવા મળી શકે છે. અહેવાલો અનુસાર, બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું કે રોહિત શર્મા સાથે અફઘાનિસ્તાન સામેની ટી20 શ્રેણી માટે ટીમની કેપ્ટનશીપને લઈને લાંબી ચર્ચા થઈ હતી. જો કે ટીમનું નેતૃત્વ કોણ કરશે તે પસંદગીકારો પર નિર્ભર છે. પરંતુ ઈંગ્લેન્ડ સાથેની ટેસ્ટ શ્રેણી ટીમ માટે ઘણી મહત્વની છે.

Next Story