Connect Gujarat
સ્પોર્ટ્સ

અફઘાનિસ્તાનના યુવા ક્રિકેટર નવીન-ઉલ-હકે ODI ક્રિકેટમાંથી નિવૃત્તિની કરી જાહેરાત

અફઘાનિસ્તાનના યુવા ક્રિકેટર નવીન-ઉલ-હકે ODI ક્રિકેટમાંથી નિવૃત્તિની કરી જાહેરાત
X

અફઘાનિસ્તાનના યુવા ક્રિકેટર નવીન-ઉલ-હકે ODI ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. નવીને સોશિયલ મીડિયા દ્વારા ચાહકોને કહ્યું કે તે વર્લ્ડ કપ 2023 પછી વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે. નવીને માત્ર 24 વર્ષની ઉંમરે નિવૃત્તિનો નિર્ણય લઈને બધાને ચોંકાવી દીધા છે.

તેણે પોતાની એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું છે કે તે ODIમાંથી સંન્યાસ લઈ રહ્યો છે. પરંતુ T20 ઈન્ટરનેશનલમાં અફઘાનિસ્તાન તરફથી રમવાનું ચાલુ રાખશે. નવીન IPL 2023 દરમિયાન વિરાટ કોહલી સાથે ઝઘડાને લઈને ચર્ચામાં આવ્યો હતો.

Next Story