/connect-gujarat/media/media_files/mXbz0MuBAGr3wsKuz7i6.jpg)
IPLની નવી સિઝન પહેલા, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ બુધવારે (31 જુલાઈ) મુંબઈમાં તમામ 10 ટીમના માલિકો સાથે બેઠક યોજી હતી. મિટિંગ પછી જારી કરાયેલ એડવાઈઝરીમાં, BCCI સેક્રેટરી જય શાહે જણાવ્યું હતું કે, ભારતીય ક્રિકેટ બોર્ડે બુધવારે 10 ફ્રેન્ચાઈઝીના માલિકો સાથે IPLની આગળની સિઝન સંબંધિત ઘણા વિષયો પર વાતચીત કરી હતી.
તેમણે નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે, ફ્રેન્ચાઇઝી માલિકોએ ખેલાડીઓના નિયમન અને લાયસન્સ, ગેમિંગ સહિત ઘણા વ્યવસાયિક પાસાઓ પર પ્રતિસાદ આપ્યો છે. તેમણે કહ્યું, BCCI આગામી થોડા અઠવાડિયામાં ફ્રેન્ચાઈઝીઓને તેના નિર્ણયની જાણ કરશે.ANI અનુસાર, મિટિંગ પછી, BCCI સેક્રેટરી જય શાહ, પંજાબ કિંગ્સના સહ-માલિક નેસ વાડિયા અને કોલકાતા નાઈટ રાઈડર્સના માલિક શાહરૂખ ખાન BCCI હેડ-ક્વાર્ટરની બહાર જોવા મળ્યા હતા.ક્રિકબઝના અહેવાલમાં જણાવાયું છે કે ઘણી ટીમે મેગા ઓક્શનનો વિરોધ કર્યો હતો. તે જ સમયે, કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના માલિક શાહરૂખ ખાન અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)ના સીઈઓ કાવ્યા મારને તેને બંધ કરવાની માગ કરી હતી.