સતત પાંચ હાર બાદ ચેન્નઈ સુપર કિંગ્સે IPLમાં  બીજી જીત નોંધાવી, લખનઉને હરાવ્યું

સતત પાંચ હાર બાદ ચેન્નઈ સુપર કિંગ્સે IPLમાં પોતાની બીજી જીત નોંધાવી છે. CSKની ટીમે લખનઉ સુપર જાયન્ટ્સને 5 વિકેટે હરાવ્યું. સોમવારે ચેન્નઈએ એકાના

New Update
CSK vs KKR: ચેન્નાઈએ કોલકાતાને 49 રનથી હરાવ્યું, ધોનીની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચ પર

સતત પાંચ હાર બાદ ચેન્નઈ સુપર કિંગ્સે IPLમાં પોતાની બીજી જીત નોંધાવી છે.

CSKની ટીમે લખનઉ સુપર જાયન્ટ્સને 5 વિકેટે હરાવ્યું. સોમવારે ચેન્નઈએ એકાના સ્ટેડિયમમાં બોલિંગ કરવાનું પસંદ કર્યું. લખનઉએ 7 વિકેટ ગુમાવ્યા બાદ 166 રન બનાવ્યા. ચેન્નઈએ 19.3 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કર્યો.

ચેન્નઈના કેપ્ટન એમએસ ધોનીએ 11 બોલમાં 26* રન બનાવ્યા. શિવમ દુબેએ 43*, રચિન રવીન્દ્રએ 37 અને શેખ રશીદે 27 રન બનાવ્યા હતા. રવીન્દ્ર જાડેજા અને મથિશ પથિરાનાએ 2-2 વિકેટ લીધી. લખનઉ તરફથી કેપ્ટન રિષભ પંતે 69 રન બનાવ્યા. રવિ બિશ્નોઈએ 2 વિકેટ લીધી.શિવમ દુબેએ 20મી ઓવરના ત્રીજા બોલ પર આવેશ ખાન સામે ચોગ્ગો ફટકાર્યો. આની સાથે જ તેણે ટીમને જીત અપાવી દીધી. દુબેએ 43* રન બનાવ્યા. ધોનીએ 11 બોલમાં 26* રન બનાવ્યા.
Advertisment
Advertisment
Latest Stories