રોહિત શર્મા બાદ આ ખેલાડી T20માં કરશે ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપ

સ્પોર્ટ્સ | સમાચાર: રોહિત શર્માએ પોતાની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાને ટી20 વર્લ્ડ કપ 2024 ટ્રોફી જીતાડીને T20I ફોર્મેટને અલવિદા કરી દીધી છે.

New Update
 ટી20 વર્લ્ડ કપ

રોહિત શર્માએ પોતાની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાને ટી20 વર્લ્ડ કપ 2024 ટ્રોફી જીતાડીને T20I ફોર્મેટને અલવિદા કરી દીધી છે. રોહિત શર્માની સાથે સાથે સ્ટાર બેટર વિરાટ કોહલી અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પણ T20I ફોર્મેટમાંથી સન્યાસની જાહેરાત કરી દીધી છે. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) સામે સૌથી મોટું ટાક્સ ટીમ ઈન્ડિયાના નવા ટી20 કેપ્ટનની પસંદગીનું છે. નવા કેપ્ટનની પસંદગી ખુબ મહત્વપૂર્ણ રહેશે. કારણ કે બે વર્ષ બાદ જ ભારત અને શ્રીલંકાની મેજબાનીમાં ટી20 વર્લ્ડ કપ 2026 ટુર્નામેન્ટ રમાશે. 

BCCI સચિવ જય શાહે ટીમ ઈન્ડિયાના નવા ટી20 કેપ્ટન અંગે મોટો સંકેત આપ્યો છે. હાર્દિક પંડ્યાના ટી20 વર્લ્ડ કપ 2024માં હરફનમૌલા પ્રદર્શન અને રોહિત બાદ તેના કેપ્ટન બનવાની સંભાવના પર જય શાહે કહ્યું કે, કેપ્ટનશીપનો નિર્ણય સિલેક્ટર્સ લેશે. અમે તેમની સાથે વાત કરીને આ અંગે જાહેરાત કરીશું. હાર્દિક પંડ્યાના ફોર્મ પર ખુબ સવાલ ઉઠી રહ્યા હતા. પરંતુ અમે અને સિલેક્ટર્સે તેના પર  ભરોસો જતાવ્યો અને તે એ ભરોસા પર  ખરો ઉતર્યો છે. જય શાહે આ રીતે એક મોટો સંકેત આપ્યો છે કે હાર્દિક પંડ્યા જ રોહિત શર્મા બાદ ભારતના નવા ટી20 કેપ્ટન બનશે. 
Latest Stories