ધર્મશાલા ટેસ્ટ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાને મળી ખુશખબર, BCCIએ વધાર્યો પગાર

New Update
ધર્મશાલા ટેસ્ટ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાને મળી ખુશખબર, BCCIએ વધાર્યો પગાર

ટીમ ઈન્ડિયાએ જેવી જ ધર્મશાલામાં ઈંગ્લેન્ડને પાંચમી ટેસ્ટ મેચમાં ઈનિંગ અને 64 રને હરાવતા જ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહે એક મોટો નિર્ણય લીધો છે. જય શાહે કહ્યું કે બીસીસીઆઈ એ ટેસ્ટ ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે ટેસ્ટ ક્રિકેટ ઈનસેંટિવ સ્કીમ શરૂ કરી છે. આ સ્કીમ હેઠળ ભારતીય ખેલાડીઓને ટેસ્ટ રમવા માટે મળતી ફીમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. આ અંતર્ગત એક સિઝનમાં 75 ટકા મેચ રમનાર ખેલાડીને પ્રતિ મેચ 45 લાખ રૂપિયા આપવામાં આવશે. જ્યારે પ્લેઈંગ-11માં ન હોય તેવા ખેલાડીને 22.5 લાખ રૂપિયા મળશે.ભારતે ઈંગ્લેન્ડને પાંચ મેચની ટેસ્ટ સિરીઝમાં 4-1થી હરાવ્યું છે.

આ જીત ત્યારે મળી જ્યારે ભારત પહેલી ટેસ્ટ મેચમાં હારી ગયું હતું. આ સિરીઝમાં ભારતના ઘણા ટોપ ખેલાડીઓ પણ હાજર ન હતા. આ પછી બીસીસીઆઈ દ્વારા લેવામાં આવેલા નિર્ણયથી ચોક્કસપણે ખેલાડીઓ ઘણા ખુશ થયા હશે.આ સ્કીમ મુજબ જે ખેલાડીઓ એક સિઝનમાં ટીમની કુલ ટેસ્ટ મેચોના 75 ટકામાં પ્લેઈંગ-11માં સામેલ થશે તેમને પ્રતિ મેચ 45 લાખ રૂપિયાની કુલ ફી મળશે. જ્યારે 75 ટકા મેચોમાં માત્ર ટીમનો ભાગ હોય તેવા ખેલાડીઓને દરેક મેચ માટે 22.5 લાખ રૂપિયા મળશે. જ્યારે 50 ટકા મેચોમાં પ્લેઈંગ-11નો ભાગ બનેલા ખેલાડીઓને પ્રતિ મેચ કુલ 30 લાખ રૂપિયા મળશે, જ્યારે એટલી જ મેચોમાં ટીમનો ભાગ બનેલા ખેલાડીઓને પ્રતિ મેચ 15 લાખ રૂપિયા મળશે.

Latest Stories