Connect Gujarat
સ્પોર્ટ્સ

મેચ જીત્યા બાદ ભાન ભૂલ્યો ઓસ્ટ્રેલિયન ખિલાડી, વર્લ્ડ કપ ટ્રોફી પર પગ મૂકી પડાવ્યો ફોટો.!

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઇનલ મેચ 19 નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી.

મેચ જીત્યા બાદ ભાન ભૂલ્યો ઓસ્ટ્રેલિયન ખિલાડી, વર્લ્ડ કપ ટ્રોફી પર પગ મૂકી પડાવ્યો ફોટો.!
X

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઇનલ મેચ 19 નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમે વિજય થયો હતો. ભારતે ઓસ્ટ્રેલિયાના પ્રથમ ત્રણ બેટ્સમેનોને વહેલા આઉટ કર્યા હતા. પરંતુ બાદમાં ટ્રેવિસ હેડ અને માર્નસ લાબુશેનની શાનદાર બેટિંગના આધારે ઓસ્ટ્રેલિયાએ છઠ્ઠી વખત વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઓસ્ટ્રેલિયાનો મિશેલ માર્શ ટ્રોફી પર પગ મૂકેલો જોવા જોવા મળી રહ્યો છે.

ઓસ્ટ્રેલિયન ખેલાડી મિશેલ માર્શનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ટ્રોફી પર પગ સાથે જોવા મળી રહ્યો છે. આ ફોટો ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ ફોટો જોઈને ભારતીય ફેન્સ ખૂબ જ ગુસ્સામાં જોવા મળી રહ્યા છે. ઘણા ચાહકોએ તો એમ પણ કહ્યું કે તમે ટ્રોફીને લાયક નથી. કેટલાકે તેની સરખામણી લિયોનેલ મેસી સાથે પણ કરી હતી.

Next Story