ભારતીય ખેલાડીઓનું વિસ્ફોટક પ્રદર્શન, નવદીપ સિંહે જેવલિન થ્રો ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો

Featured | સ્પોર્ટ્સ | સમાચાર,પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતીય ખેલાડીઓનું વિસ્ફોટક પ્રદર્શન,.ભારતના નવદીપ સિંહે પુરુષોની જેવલિન થ્રો (F41) ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો

New Update
નવદીપ

પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતીય ખેલાડીઓનું વિસ્ફોટક પ્રદર્શન ચાલુ છે. 7 સપ્ટેમ્બર (શનિવાર), ભારતના નવદીપ સિંહે પુરુષોની જેવલિન થ્રો (F41) ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો. જ્યારે મહિલાઓની 200 મીટર (T12) ઈવેન્ટમાં ભારતની ટ્રેક અને ફિલ્ડ એથ્લેટ સિમરન શર્માએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ બે મેડલ સાથે, પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતની મેડલ સંખ્યા હવે 29 પર પહોંચી ગઈ છે. ભારતે અત્યાર સુધીમાં 7 ગોલ્ડ, 9 સિલ્વર અને 14 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. ભારત અત્યારે મેડલ ટેલીમાં 15મા નંબર પર છે.

નવદીપ સિંહે તેના બીજા પ્રયાસમાં 47.32 મીટર જેવલિન ફેંક્યો હતો, જે તેની કારકિર્દીનો અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ થ્રો હતો. જોકે આ ઈવેન્ટમાં ઈરાનનો સાદેગ સયાહ બેત (47.64 મીટર) ટોચ પર હતો, પરંતુ સ્પર્ધાના અંત પછી તેને ગેરલાયક ઠેરવવામાં આવ્યો હતો. જેના કારણે ભારતીય એથ્લેટ નવદીપને ફાયદો થયો અને તેણે ગોલ્ડ મેડલ મેળવ્યો. ચીનના પેંગ્ઝિયાંગ સન (44.72 મીટર)એ સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યારે ઇરાકના વિલ્ડન નુખૈલાવી (40.46 મીટર)એ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

Latest Stories