Connect Gujarat
સ્પોર્ટ્સ

હાર્દિક પંડ્યાનો વધુ એક રેકોર્ડ,T20માં 4 હજાર રન પૂરા કરવા સાથે 150 વિકેટ લેનાર પહેલો ભારતીય ખેલાડી બન્યો

હાર્દિક પંડ્યાનો વધુ એક રેકોર્ડ,T20માં 4 હજાર રન પૂરા કરવા સાથે 150 વિકેટ લેનાર પહેલો ભારતીય ખેલાડી બન્યો
X

ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલ 5 મેચની T20 સીરિઝની બીજી મેચમાં ભારતીય ટીમે 2 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચમાં કેપ્ટન હાર્દિક પંડ્યાએ બોલિંગ અને બેટીંગમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. હાર્દિક પંડ્યાએ 18 બોલમાં 24 રનની ઈનિંગ રમી અને 3 વિકેટ લીધી છે. હાર્દિક પંડ્યાએ પહેલી જ ઓવરમાં 2 વિકેટ લીધી હતી. હાર્દિક પંડ્યાએ વેસ્ટઈન્ડિઝની ટીમના ઓપનિંગ બેટ્સમેન બ્રૈંડન કિંગને પહેલા બોલ પર જ આઉટ કરી દીધા હતા. ત્યાર પછી પહેલી ઓવરના ચોથા બોલ પર હાર્દિક પંડ્યાએ તિલક વર્માના હાથે જૉનસન ચાર્લ્સને કેચઆઉટ કર્યા અને વેસ્ટઈન્ડિઝની ટીમને ઝટકો આપ્યો.

આ મેચમાં હાર્દિક પંડ્યાએ 3 વિકેટ લેવાની સાથે એક બીજી ઉપલબ્ધિ પણ પ્રાપ્ત કરી. ભારતીય ટીમ તરફથી T20 ઈન્ટરનેશનલ મેચમાં સૌથી વધુ વિકેટ લેનાર ત્રીજા ભારતીય બની ગયા છે. હાર્દિક પંડ્યાએ આ મામલે રવિચંદ્રન અશ્વિનને પાછળ છોડી દીધા છે, તેમના નામે 72 વિકેટ લેવાનો રેકોર્ડ છે. હાર્દિક પંડ્યાએ 89 મેચમાં 73 વિકેટ લીધી છે. ભારત તરફથી પહેલા બોલ પર વિકેટ લેનાર પ્લેયર તરીકે હાર્દિક પંડ્યા બીજા નંબરે આવે છે, પહેલા નંબરે ભુવનેશ્વર કુમારનું નામ બોલાઈ રહ્યું છે. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ભુવનેશ્વર કુમારે અત્યાર સુધીમાં 3 વાર આ પ્રકારે વિકેટ લીધી છે. હાર્દિક પંડ્યાએ T20 ફોર્મેટમાં અન્ય એક રેકોર્ડ પણ બનાવ્યો છે, જેમાં 4,000 રન પૂરા કરવાની સાથે 150 વિકેટ લેનાર પહેલા ભારતીય ખેલાડી બની ગયા છે. બીજી T20 મેચાં ભારતીય ટીમે પહેલા બેટીંગ કરીને 20 ઓવરમાં 7 વિકેટ પર 152 રન કર્યા હતા. વેસ્ટઈન્ડિઝે 18.5 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને આ ટાર્ગેટ પૂર્ણ કરી લીધો હતો.

Next Story