GTના ઝડપી બોલર મોહમ્મદ સિરાજના નામે વધુ એક રેકોર્ડ, IPLમાં 100 વિકેટ લેનાર બોલરોની કલબમાં સામેલ

સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામે ગુજરાત ટાઇટન્સ (GT) ના ઝડપી બોલર મોહમ્મદ સિરાજે 'મિયાં મેજિક'નું પ્રદર્શન કર્યું. હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં

New Update
shiraj 1

રવિવારે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામે ગુજરાત ટાઇટન્સ (GT) ના ઝડપી બોલર મોહમ્મદ સિરાજે 'મિયાં મેજિક'નું પ્રદર્શન કર્યું.

હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં તેણે ચાર ઓવરના સ્પેલમાં 17 રન આપીને ચાર વિકેટ લીધી. સિરાજે અભિષેક શર્મા (18), ટ્રેવિસ હેડ (8), અનિકેત વર્મા (18) અને સિમરજીત સિંહ (0) ની વિકેટ લીધી.આ તેના IPL કારકિર્દીનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. 31 વર્ષીય સિરાજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં વિકેટની સદી પણ પૂરી કરી. હાલમાં તેના નામે 97 આઈપીએલ મેચોમાં 102 વિકેટ છે. તેણે ભૂતપૂર્વ દિગ્ગજ ઝડપી બોલર ઝહીર ખાનનો રેકોર્ડ તોડ્યો છે.

સિરાજ આઈપીએલમાં 100 કે તેથી વધુ વિકેટ લેનાર ૨૬મો બોલર છે. આ સાથે જ, સિરાજ IPLમાં 100 વિકેટ પૂર્ણ કરનાર સંયુક્ત સાતમા સૌથી ઝડપી ભારતીય બોલર બની ગયો છે. સિરાજ ઉપરાંત શાર્દુલ ઠાકુરે પણ 97 મેચમાં વિકેટની સદી ફટકારી હતી. ઝહીરે આઈપીએલમાં 99 મેચોમાં 100 વિકેટ પૂર્ણ કરી હતી.
Latest Stories