Connect Gujarat
સ્પોર્ટ્સ

અરવલ્લી : ક્રિકેટ રમતા-રમતા વધુ એક યુવકનું મોત, 20 વર્ષના યુવકને હાર્ટ એટેક આવતા મળ્યું મોત....

અરવલ્લી : ક્રિકેટ રમતા-રમતા વધુ એક યુવકનું મોત, 20 વર્ષના યુવકને હાર્ટ એટેક આવતા મળ્યું મોત....
X

છેલ્લા ઘણા દિવસથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. ત્યારે અરવલ્લીમાં વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે.

અરવલ્લી જિલ્લામાં ક્રિકેટ રમતા-રમતા હાર્ટએટેક આવતા 20 વર્ષીય યુવકનું મૃત્યુ થયું છે. જે બાદ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મળતી માહિતી અનુસાર, અરવલ્લીના મોડાસાનો પર્વ સોની નામનો યુવક મિત્રો સાથે ક્રિકેટ રમવા માટે ગયો હતો. ક્રિકેટ રમતી વખતે 20 વર્ષીય પર્વ સોની અચાનક બેભાન થઈ ગયો હતો.

જે બાદ મિત્રો તેને હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. સાથે જ યુવકના મૃત્યુનું કારણ હાર્ટ એટેક જણાવ્યું હતું. એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા 20 વર્ષીય પર્વ સોનીનું આટલી નાની ઉંમરે મોત થતા પરિવારમાં માતમ છવાયો છે.

Next Story