એશિઝ સિરીઝ 2025-26નું શિડ્યુલ જાહેર, પર્થથી થશે શરૂઆત !

એશિઝ સિરીઝ 2025-26નું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ બુધવારે કાર્યક્રમની જાહેરાત કરી હતી. આ 142 વર્ષ જૂની સિરીઝની પહેલી મેચ પર્થમાં 21 થી 25 નવેમ્બર વચ્ચે રમાશે

14aus
New Update

એશિઝ સિરીઝ 2025-26નું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ બુધવારે કાર્યક્રમની જાહેરાત કરી હતી. આ મુજબ, આ 142 વર્ષ જૂની સિરીઝની પહેલી મેચ પર્થમાં 21 થી 25 નવેમ્બર વચ્ચે રમાશે. 1982-83 બાદ પહેલીવાર આ સિરીઝની પ્રથમ મેચ બ્રિસ્બેનને બદલે પર્થમાં રમાઈ રહી છે. આ વખતે ઇંગ્લેન્ડની ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે.ગત સિઝનમાં સિરીઝ 2-2થી ડ્રો રહી હતી. ત્યારે ઓસ્ટ્રેલિયન ટીમે ઇંગ્લેન્ડનો પ્રવાસ કર્યો. વિશ્વની સૌથી જૂની સિરીઝ, ધ એશિઝ, 1882માં શરૂ થઈ હતી. જોકે, ઓસ્ટ્રેલિયા-ઇંગ્લેન્ડ 1877થી ટેસ્ટ સિરીઝ રમી રહ્યા છે. આ દેશો વચ્ચે વિશ્વની પ્રથમ ટેસ્ટ મેચ પણ રમાઈ હતી. આ મેચ મેલબોર્નમાં 15 થી 19 માર્ચ 1877 દરમિયાન રમાઈ હતી. બાદમાં આ સિરીઝને 'એશિઝ' નામ આપવામાં આવ્યું.

ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચેની એશિઝમાં ઓસ્ટ્રેલિયાનો હાથ ઉપર છે. બંને દેશો વચ્ચે અત્યાર સુધીમાં 73 સિરીઝ રમાઈ છે. જેમાંથી ઓસ્ટ્રેલિયાએ 34 સિરીઝ જીતી હતી. આ સાથે જ ઇંગ્લેન્ડે 32 સિરીઝ જીતી લીધી છે. બાકીની 7 સિરીઝ ડ્રો રહી.
#schedule #Start #Ashes series
Here are a few more articles:
Read the Next Article