Asia Cup 2023: શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે આજે એશિયા કપની બીજી મેચ

New Update
Asia Cup 2023: શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે આજે એશિયા કપની બીજી મેચ

એશિયા કપ 2023 ની બીજી મેચ આજે શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે. બંને વચ્ચેની આ મેચ શ્રીલંકાના પલ્લેકલેમાં રમાશે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ પાકિસ્તાનના મુલતાનમાં રમાઈ હતી. બીજી મેચમાં બંને ટીમો તેમના કેટલાક મુખ્ય ખેલાડીઓ વિના મેદાનમાં ઉતરશે. આવી સ્થિતિમાં બંને વચ્ચેની આ મેચ વધુ રસપ્રદ બની જશે.

દુષ્મંતા ચમીરા, લાહિરુ કુમારા, દિલશાન મદુશંકા અને વાનિન્દુ હસરંગા જેવા મુખ્ય ખેલાડીઓ શ્રીલંકા તરફથી નહીં રમે. જ્યારે બાંગ્લાદેશ તરફથી ફાસ્ટ બોલર ઇબાદત હુસૈન બહાર થઇ ગયો છે.

શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે રમાનારી મેચ 31 ઓગસ્ટ, ગુરુવારે ભારતીય સમય અનુસાર બપોરે 3:00 વાગ્યે શરૂ થશે. આ મેચનું સ્ટાર સ્પોર્ટ્સ દ્વારા ભારતમાં ટીવી પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. તે સિવાય ડિઝની પ્લસ હોટસ્ટાર પર મફતમાં લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે.

Latest Stories