એશિયા કપ 2025 : ફાઇનલ મેચમાં ટીમ ઇન્ડિયાએ કટ્ટર હરીફ પાકિસ્તાનને 5 વિકેટથી હરાવીને ચેમ્પિયનનું ટાઇટલ જીત્યું

એશિયા કપ 2025 ની બહુપ્રતિક્ષિત ફાઇનલ મેચમાં ટીમ ઇન્ડિયાએ કટ્ટર હરીફ પાકિસ્તાનને 5 વિકેટથી હરાવીને ચેમ્પિયનનું ટાઇટલ જીતી લીધું છે. દુબઈ ખાતે રમાયેલી આ રોમાંચક મેચમાં

New Update
css

એશિયા કપ 2025 ની બહુપ્રતિક્ષિત ફાઇનલ મેચમાં ટીમ ઇન્ડિયાએ કટ્ટર હરીફ પાકિસ્તાનને 5 વિકેટથી હરાવીને ચેમ્પિયનનું ટાઇટલ જીતી લીધું છે. દુબઈ ખાતે રમાયેલી આ રોમાંચક મેચમાં ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતા પાકિસ્તાને સાહિબજાદા ફરહાન (57 રન) અને ફખર ઝમાન (47 રન) ની મજબૂત શરૂઆત છતાં માત્ર 19.1 ઓવરમાં 146 રનમાં જ ઓલઆઉટ થઈ ગયું હતું. ભારતીય બોલરોમાં કુલદીપ યાદવે 4 વિકેટ ઝડપીને પાકિસ્તાનના ધબડકાનું મુખ્ય કારણ બન્યો હતો. 147 રનના લક્ષ્યાંકનો પીછો કરતા, ભારતના ટોચના ક્રમની નિષ્ફળતા છતાં, યુવા બેટ્સમેન તિલક વર્મા (અડધી સદી) અને શિવમ દુબે (33 રન) વચ્ચેની 60 રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારીને કારણે ટીમ ઇન્ડિયાએ છેલ્લી ઓવરમાં લક્ષ્ય હાંસલ કર્યું અને ટાઇટલ જીત્યું.

પાકિસ્તાની બેટ્સમેનોએ ફાઇનલમાં શાનદાર શરૂઆત કરી હતી, પરંતુ મધ્યક્રમની સંપૂર્ણ નિષ્ફળતાને કારણે તેઓ મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યા. ઓપનિંગ બેટ્સમેન સાહિબજાદા ફરહાન (57 રન, 38 બોલ) અને ફખર ઝમાન (47 રન, 35 બોલ) એ 9.4 ઓવરમાં પ્રથમ વિકેટ માટે 84 રનની મજબૂત ભાગીદારી કરી હતી. સાહિબઝાદાએ પોતાની ઇનિંગ્સમાં પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. સેમ અયુબે પણ 11 બોલમાં 14 રન બનાવ્યા હતા.

જોકે, 113/2 ના મજબૂત સ્કોર પર પહોંચ્યા પછી પાકિસ્તાનનો દાવ સંપૂર્ણપણે પડી ભાંગ્યો. પાકિસ્તાની ટીમ આગામી 8 વિકેટ માત્ર 33 રનમાં ગુમાવીને 19.1 ઓવરમાં 146 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. આઠ પાકિસ્તાની બેટ્સમેન સિંગલ-ડિજિટ સ્કોર પર આઉટ થયા હતા. ભારતની બોલિંગની વાત કરીએ તો, કુલદીપ યાદવે 4 વિકેટ ઝડપીને પાકિસ્તાનના બેટિંગ ઓર્ડરને તોડી નાખ્યો. જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી અને અક્ષર પટેલે બે-બે વિકેટ લઈને કુલદીપને સારો સાથ આપ્યો.

Latest Stories