/connect-gujarat/media/media_files/2025/05/30/CjLHRaVqkkcch5N9fGwO.jpg)
એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025 દક્ષિણ કોરિયાના ગુમી શહેરમાં યોજાઈ રહી છે. ત્રીજા દિવસે ભારતીય એથ્લેટ્સે ગોલ્ડ મેડલની વરસાદ સાથે રેકોર્ડબ્રેકિંગ પ્રદર્શન કર્યું.
એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025 હાલમાં દક્ષિણ કોરિયાના ગુમી શહેરમાં યોજાઈ રહી છે. 29 મેએ ત્રીજો દિવસ ભારતીય એથ્લેટ્સ માટે ખૂબ જ યાદગાર રહ્યો. કારણ કે ભારતીય ખેલાડીઓએ એક પછી એક ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે. દેશની સૌથી ઝડપી મહિલા હર્ડલર જ્યોતિ યારાજી, સ્ટીપલચેઝ દોડવીર અવિનાશ સાબલે અને ભારતની 4x400 મીટરની મહિલા રિલે ટીમે શાનદાર દેખાવ કર્યો અને દરેક લોકોએ પોતપોતાના ઇવેન્ટમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું. આ બધા ખેલાડીઓએ જુના રેકોર્ડ તોડી નાંખીને ઇતિહાસ સર્જ્યો છે.
અવિનાશ સાબલેએ 3000 મીટરની સ્ટીપલચેઝ દોડમાં 8:20.92 સેકન્ડનો સમય નોંધાવીને ગોલ્ડ મેડલ જીત્યો. તેમનું કહ્યું છે કે તેમને આ જીતનો વિશ્વાસ હતો કારણ કે તેઓ ક્ષેત્રમાં શ્રેષ્ઠ હતા. ખાસ વાત એ છે કે છેલ્લે ભારતે 1989માં આ ઇવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો. સાબલે હવે 36 વર્ષ પછી એશિયન ચેમ્પિયનશિપમાં સ્ટીપલચેઝમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય બન્યા છે.જ્યોતિ યારાજીએ 100 મીટર હર્ડલ્સમાં 12.96 સેકન્ડમાં દોડ પૂરી કરીને ગોલ્ડ જીત્યો. તેમણે 27 વર્ષ જુનો ચેમ્પિયનશિપ રેકોર્ડ તોડ્યો. તેઓ અત્યાર સુધીની પાંચ એવી મહિલાઓમાં એક બની છે જેમણે પોતાનો ગોલ્ડ મેડલ સફળતાપૂર્વક લાવ્યા છે. ગયા વર્ષ 2023માં પણ જ્યોતિએ 13.09 સેકન્ડમાં દોડ પૂરી કરીને ગોલ્ડ જીત્યો હતો. તેમનો વ્યક્તિગત શ્રેષ્ઠ સમય 12.78 સેકન્ડ છે, જે રાષ્ટ્રીય રેકોર્ડ છે.