New Update
/connect-gujarat/media/post_banners/e916dc99e2225e30ea66b61afeef048e6a37c3da583723c7f44728da05e7cbdf.webp)
એશિયન પેરા ગેમ્સમાં આજે ભારતની શાનદાર શરૂઆત થઇ હતી. સચિન ખિલારીએ પુરુષોની ગોળા ફેંક એફ 46 ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતે અત્યાર સુધીમાં એશિયન પેરા ગેમ્સમાં કુલ 68 મેડલ જીત્યા છે જેમાં 16 ગોલ્ડ, 20 સિલ્વર અને 32 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.
તે સિવાય મેન્સ 100 મીટર ટી-35 ઇવેન્ટમાં ભારતના પેરા એથ્લેટ નારાયણ ઠાકુરે 14.37 સેકન્ડ સમય સાથે ત્રીજુ સ્થાન મેળવી બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે એશિયન પેરા ગેમ્સમાં પોતાનો બીજો મેડલ હાંસલ કર્યો હતો. ઉપરાંત એશિયન પેરા ગેમ્સમાં ચોથા દિવસે શ્રેયાંશ ત્રિવેદીએ મેન્સ 100 મીટર ટી-37 કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. શ્રેયાંશે પણ એશિયન પેરા ગેમ્સમાં પોતાનો બીજો મેડલ જીત્યો હતો.
Latest Stories