એશિયન પેરા ગેમ્સ : શરથ મકનહલ્લીએ પુરુષોની 5000m T13 સ્પર્ધામાં જીત્યો ગોલ્ડ

New Update
એશિયન પેરા ગેમ્સ : શરથ મકનહલ્લીએ પુરુષોની 5000m T13 સ્પર્ધામાં જીત્યો ગોલ્ડ

એશિયન પેરા ગેમ્સમાં ભારતીય એથ્લિટો શાનદાર દેખાવ કરી રહ્યા છે. નીરજ યાદવે 38.56 મીટર થ્રો રીને ગોલ્ડ જીત્યો હતો. જ્યારે યોગેશ કથુનિયાએ સિલ્વર મેડલ અને મથુરાજાએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આમ ત્રણેય મેડલ ભારતના ફાળે આવ્યા હતા.

શરથ મકનહલ્લીએ પુરુષોની 5000m T13 સ્પર્ધામાં જીત્યો ગોલ્ડ

એશિયન પેરા ગેમ્સ 2023માં ભારત માટે વધુ એક સુવર્ણ ચંદ્રક જીત્યો છે. શરથ મકનહલ્લીએ પુરુષોની 5000m T13 સ્પર્ધામાં જોર્ડનના નાબિલ મકબલેહને 0.01 સેકન્ડના સૌથી ઓછા અંતરથી હરાવીને સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. શરથે 2:18:90ના સમય સાથે મેડલ જીત્યો હતો.

એશિયન ગેમ્સ પછી, હરિયાણાના ખેલાડીઓ પણ પેરા એશિયન ગેમ્સમાં પોતાની ઓળખ બનાવી રહ્યા છે. ચીનના હાંગઝોઉમાં આયોજિત આ સ્પર્ધામાં ભિવાનીની અરુણા તંવરે તાઈકવાન્ડોમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. દીકરીએ મેડલ જીતતા પરિવાર સહિત ગામના લોકોમાં ખુશીનો માહોલ છે.

Latest Stories