/connect-gujarat/media/media_files/2025/03/24/uBYENwLoQIzX8MGM4qx2.jpg)
આથિયા શેટ્ટી-કેએલ રાહુલનું ઘર ખુશીઓથી ગુંજી ઉઠ્યું, અભિનેત્રીએ દીકરીને જન્મ આપ્યો, સુનિલ શેટ્ટી નાના બન્યા
IPL 2025 ની પહેલી મેચ રમતા પહેલા જ, KL રાહુલ પોતાની ટીમ દિલ્હી કેપિટલ્સ છોડીને મુંબઈ પાછો ફર્યો, જ્યાં તેની પત્ની આથિયા શેટ્ટી એક બાળકને જન્મ આપવાના હતા. રાહુલે દિલ્હી કેપિટલ્સ મેચ દરમિયાન પોતાની પુત્રીના જન્મના સમાચાર શેર કર્યા.IPL 2025 ની શરૂઆત દિલ્હી કેપિટલ્સ અને ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન કેએલ રાહુલ માટે સારા સમાચાર લઈને આવી છે.
રાહુલ અને તેની પત્ની આથિયા શેટ્ટીના ઘરમાં એક નવા સભ્યનો પ્રવેશ થયો છે. રાહુલની ફિલ્મ સ્ટાર પત્ની આથિયા શેટ્ટીએ 24 માર્ચ, સોમવારના રોજ પુત્રીને જન્મ આપ્યો. રાહુલ અને આથિયાને પહેલીવાર માતા-પિતા બનવાનો આનંદ મળ્યો છે. રાહુલ અને આથિયાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ચાહકો સાથે પુત્રીના જન્મના ખુશખબર શેર કર્યા.