AUS vs NED: મિશેલ સ્ટાર્ક વર્લ્ડકપમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર ત્રીજો બોલર બન્યો

New Update
AUS vs NED: મિશેલ સ્ટાર્ક વર્લ્ડકપમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર ત્રીજો બોલર બન્યો

ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપની તેની પાંચમી મેચમાં નેધરલેન્ડ્સને 309 રનથી હરાવીને પોઈન્ટ ટેબલ પર છલાંગ લગાવી હતી. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પોતાની શાનદાર જીત સાથે ઘણા રેકોર્ડ તોડી નાખ્યા હતા. ઓસ્ટ્રેલિયન ટીમની સાથે તેના ઝડપી બોલર મિશેલ સ્ટાર્કે પણ આ મેચમાં એક રેકોર્ડ તોડ્યો છે. મિશેલ સ્ટાર્કે વન-ડે વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ સ્વિંગ બોલર વસીમ અકરમને પાછળ છોડી દીધો છે.

સ્ટાર્કે નેધરલેન્ડ સામે માત્ર એક જ વિકેટ લીધી હતી, પરંતુ તે એક વિકેટને કારણે તે શ્રીલંકાના ભૂતપૂર્વ બોલર લસિથ મલિંગાની બરાબરી પર આવી ગયો હતો. લસિથ મલિંગા વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનારો ત્રીજો બોલર છે. તેથી સ્ટાર્ક પણ હવે લસિથ મલિંગા સાથે જોડાઈ ગયો છે જે વન-ડે વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર ત્રીજો બોલર છે.

Latest Stories