ઓસ્ટ્રેલિયાએ ભારત સામેની વન-ડે સીરિઝ માટે પોતાની 15 સભ્યોની ટીમની કરી જાહેરાત

ઓસ્ટ્રેલિયાએ ભારત સામેની વન-ડે સીરિઝ માટે પોતાની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. પેટ કમિન્સ અને ગ્લેન મેક્સવેલને 19 ઓક્ટોબરથી શરૂ થનારી શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યા નથી.

New Update
images

ઓસ્ટ્રેલિયાએ ભારત સામેની વન-ડે સીરિઝ માટે પોતાની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે.

પેટ કમિન્સ અને ગ્લેન મેક્સવેલને 19 ઓક્ટોબરથી શરૂ થનારી શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યા નથી. ટીમના કેપ્ટન કમિન્સ હજુ પણ કમરની ઇજામાંથી સ્વસ્થ થઈ રહ્યો છે. તેના સ્થાને મિશેલ માર્શને કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે.

મધ્યમ ક્રમના બેટ્સમેન માર્નસ લાબુશેનને ખરાબ ફોર્મને કારણે ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. વધુમાં ગ્લેન મેક્સવેલ કાંડાના ફ્રેક્ચરમાંથી સ્વસ્થ થયો નથી અને તેને વન-ડે અને ટી-20 બંને ટીમોમાંથી પડતો મુકવામાં આવ્યો છે. બિગ બેશ લીગમાં તેની વાપસી થવાની અપેક્ષા છે.

ભારત સામે ઓસ્ટ્રેલિયાની વન-ડે ટીમ

મિશેલ માર્શ (કેપ્ટન), ઝેવિયર બાર્ટલેટ, એલેક્સ કેરી, કૂપર કોનોલી, બેન દ્વારશુઇસ, નાથન એલિસ, કેમરૂન ગ્રીન, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ, મિશેલ ઓવેન, મેથ્યુ રેનશો, મેથ્યુ શોર્ટ, મિશેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા

ઓસ્ટ્રેલિયાએ ઈજામાંથી પરત ફરતા વન-ડે ટીમમાં કેમરૂન ગ્રીનની વાપસીની જાહેરાત કરી છે. આ ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડરને ટી-20 ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. તે એશિઝની તૈયારી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે,. 26 વર્ષીય ખેલાડીએ ગયા વર્ષે પીઠની સર્જરી પછી પહેલી વાર કોઈ મેચમાં બોલિંગ કરી હતી. તેણે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા સામે શેફિલ્ડ શીલ્ડ રમતમાં ચાર ઓવરના સ્પેલમાં એક વિકેટ લીધી હતી.

Latest Stories