Connect Gujarat
સ્પોર્ટ્સ

ઓસ્ટ્રેલિયા ચોથી વાર U-19 વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યું, ભારતની 79 રને કારમી હાર

બેનોનીમાં 254 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ભારતીય ટીમ 43.5 ઓવરમાં 174 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

ઓસ્ટ્રેલિયા ચોથી વાર U-19 વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યું, ભારતની 79 રને કારમી હાર
X

ભારતીય જુનિયર ટીમનું U-19 વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું સપનુંજ રહી ગયું છે. અંડર-19 વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 79 રનથી હરાવ્યું હતું. આ ટુર્નામેન્ટની ફાઈનલમાં કાંગારૂઓએ પ્રથમ વખત ભારતને હરાવ્યું છે. ઓસ્ટ્રેલિયાએ ચોથું ટાઇટલ જીત્યું છે. આ પહેલાં 2010માં ટીમ પાકિસ્તાનને 25 રને હરાવીને ચેમ્પિયન બની હતી.રવિવારે બેનોનીમાં 254 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ભારતીય ટીમ 43.5 ઓવરમાં 174 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓપનર આદર્શ સિંહે સૌથી વધુ 47 રન બનાવ્યા હતા. કાંગારૂઓ તરફથી રાફ મેકમિલન અને માહલી બીર્ડમેને 3-3 વિકેટ લીધી હતી.

આ પહેલાં, કાંગારૂ ટીમે ટૉસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને 50 ઓવરમાં 7 વિકેટે 253 રન બનાવ્યા હતા. હરજસ સિંહે સૌથી વધુ 55 રન બનાવ્યા હતા. જ્યારે કેપ્ટન હ્યુજ વિબજેન 48 રન બનાવીને આઉટ થયા હતા અને હેરી ડિક્સન 42 રન બનાવીને આઉટ થયા હતા. રાજ લિંબાણીને 3 વિકેટ મળી હતી. જ્યારે નમન તિવારીને 2 સફળતા મળી હતી.

Next Story