ઓસ્ટ્રેલિયાના હોકી ખેલાડી ટોમ ક્રેગ 12 મહિના માટે સસ્પેન્ડ

Featured | સમાચાર , ઓસ્ટ્રેલિયાના હોકી ખેલાડી ટોમ ક્રેગને 12 મહિના માટે સસ્પેન્ડ કર્યો છે. ઓસ્ટ્રેલિયાની સ્પોર્ટ્સ રેગ્યુલેટરી બોડીએ આ પ્રતિબંધ લગાવ્યો છે

સસ્પેન્ડ
New Update

ઓસ્ટ્રેલિયાના હોકી ખેલાડી ટોમ ક્રેગને 12 મહિના માટે સસ્પેન્ડ કર્યો છે. ઓસ્ટ્રેલિયાની સ્પોર્ટ્સ રેગ્યુલેટરી બોડીએ આ પ્રતિબંધ લગાવ્યો છે. 29 વર્ષીય ક્રેગ પર પેરિસ ઓલિમ્પિક દરમિયાન કોકેન ખરીદવાનો પ્રયાસ કરવાનો આરોપ હતો અને તેની ધરપકડ પણ કરવામાં આવી હતી.

હોકી ઓસ્ટ્રેલિયાએ બુધવારે એક નિવેદનમાં કહ્યું, 'પેરિસ ઓલિમ્પિક 2024 દરમિયાન નેશનલ મેન્સ હોકી ટીમના ખેલાડી ટોમ ક્રેગની ધરપકડની તપાસ બાદ, હોકી ઓસ્ટ્રેલિયાના ઈન્ટિગ્રિટી યુનિટે તેને 12 મહિના માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે.'અહેવાલો અનુસાર, પેરિસ ઓલિમ્પિકમાં ઓસ્ટ્રેલિયાના અભિયાનને પગલે 7 ઓગસ્ટના રોજ કોકેન ખરીદવાનો પ્રયાસ કર્યા બાદ ક્રેગને ચાર્જ વગર મુક્ત કરવામાં આવ્યો હતો.

#suspended #hockey player #Australian
Here are a few more articles:
Read the Next Article