બ્રિજભૂષણ સામે મોરચો માંડનાર બજરંગ પુનિયા નહીં રમી શકે પેરિસ ઓલિમ્પિક

New Update
બ્રિજભૂષણ સામે મોરચો માંડનાર બજરંગ પુનિયા નહીં રમી શકે પેરિસ ઓલિમ્પિક

ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે મેડલ જીતનાર બજરંગ પુનિયા અને રવિ દહિયા આગામી આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ માટે પસંદગી ટ્રાયલ્સમાં પોતપોતાની મેચો હારી જતાં પેરિસ ઓલિમ્પિક ક્વોલિફિકેશનની રેસમાંથી બહાર થઈ ગયા છે. બજરંગ પુનિયા ભૂતપૂર્વ WFI પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ વિરોધનો અગ્રણી ચહેરો હતો. તેને પુરુષોની ફ્રી સ્ટાઇલ 65 કિગ્રાની સેમિફાઇનલમાં રોહિત કુમાર સામે 1-9થી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ અગાઉ, તે રવિન્દર સામે માંડમાંડ જીત નોંધાવવામાં સફળ રહ્યો હતો. જો રવિન્દરે મેચમાં ચેતવણીના કારણે પોઈન્ટ ગુમાવ્યો ન હોત તો પુનિયા પહેલી જ મેચમાં આઉટ થઈ ગયો હોત.

બજરંગ પુનિયા બહાર થયા બાદ ગુસ્સામાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI)ના કેન્દ્રમાંથી નિકળી ગયો. નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (NADA)ના અધિકારીઓએ પુનિયા પાસેથી ડોપ ટેસ્ટ માટે સેમ્પલ લેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે ત્રીજા-ચોથા સ્થાનની સ્પર્ધા માટે પણ રોકાયો નહોતો. પુનિયાએ ટ્રાયલની તૈયારી માટે રશિયામાં ટ્રેનિંગ લીધી હતી. જોકે પુનિયાએ દિલ્હી હાઈકોર્ટમાં કેસ જીતી લીધો હતો અને કહ્યું હતું કે સસ્પેન્ડેડ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) પાસે ટ્રાયલ ચલાવવાની કોઈ સત્તા નથી.

Latest Stories