BCCI એ સચિન તેંડુલકરને વર્લ્ડકપ 2023નો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો

New Update
BCCI એ સચિન તેંડુલકરને વર્લ્ડકપ 2023નો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો

વર્લ્ડકપ 2023 શરૂ થવાને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતના પૂર્વ બેટ્સમેન અને ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરને વર્લ્ડકપ 2023ના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યો છે.

સચિન તેંડુલકર ODI વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. સચિને 1992 થી 2011 સુધી કુલ 6 વર્લ્ડ કપ રમ્યા છે. આ સમયગાળા દરમિયાન તેણે 45 મેચોમાં 56.95ની બેટિંગ એવરેજથી 2278 રન બનાવ્યા હતા. વર્લ્ડ કપમાં સચિનનો સ્ટ્રાઈક રેટ પણ 89 હતો. આ સાથે સચિને વર્લ્ડ કપમાં કુલ 6 સદી અને 15 અડધી સદી ફટકારી હતી. તે વર્લ્ડ કપમાં સદી અને અડધી સદી ફટકારવાના મામલે પણ નંબર વન પર છે.

સચિન તેંડુલકરને ક્રિકેટ જગતનો ભગવાન કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં તેને વર્લ્ડ કપ 2023નો એમ્બેસેડર બનાવવો યોગ્ય નિર્ણય માનવામાં આવી રહ્યો છે. જ્યારે ભારતીય ટીમ છેલ્લે વર્લ્ડ કપ જીતી હતી ત્યારે સચિન પણ ટીમનો ભાગ હતો. સચિને પણ આખી ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતે 12 વર્ષ પહેલા આ ખિતાબ જીત્યો હતો. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી વર્લ્ડ કપની પ્રથમ મેચમાં સચિન વર્લ્ડ કપ ટ્રોફી સાથે વોકઆઉટ કરશે અને ટૂર્નામેન્ટની શરૂઆતની જાહેરાત કરશે.

Latest Stories