BCCIએ હેડકોચ માટે અરજીઓ મંગાવવાનું શરૂ કર્યું, રાહુલ દ્રવિડનો કાર્યકાળ થઈ રહ્યો છે સમાપ્ત

New Update
BCCIએ હેડકોચ માટે અરજીઓ મંગાવવાનું શરૂ કર્યું, રાહુલ દ્રવિડનો કાર્યકાળ થઈ રહ્યો છે સમાપ્ત

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ટીમ ઈન્ડિયાના હેડ કોચના પદ માટે અરજીઓ આમંત્રિત કરી છે. બોર્ડે સોમવારે મોડી રાત્રે ઉમેદવારો માટેની જાહેરાત બહાર પાડી હતી. ઉમેદવારો 27મી મેના રોજ સાંજે 6 વાગ્યા સુધી અરજી કરી શકશે.રાહુલ દ્રવિડ હાલમાં ટીમ ઈન્ડિયાના હેડ કોચ છે. તેમનો કાર્યકાળ અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં યોજાનાર T20 વર્લ્ડ કપ પછી સમાપ્ત થશે.

નવા હેડ કોચની પસંદગી T20 વર્લ્ડ કપ દરમિયાન કરવામાં આવશે. તેમનો કાર્યકાળ 1 જુલાઈ, 2024થી શરૂ થશે અને 31 ડિસેમ્બર, 2027 સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન ટીમ ઈન્ડિયાએ 5 ICC ટુર્નામેન્ટ રમવાની છે. જેમાં ચેમ્પિયન્સ ટ્રોફી, T20 વર્લ્ડ કપ અને ODI વર્લ્ડ કપની સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના 2 સાઇકલનો સમાવેશ થાય છે.

Latest Stories