New Update
/connect-gujarat/media/media_files/2025/04/22/54ldBwuBLxAN9bthPdGW.jpg)
અમદાવાદ ખાતે યોજાયેલ ઓલ ઈન્ડિયા ઓપન નેશનલ ટેકવોન્ડો ચેમ્પિયનશિપ 2025માં ભરૂચ જિલ્લાના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન સાથે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. જી.એન.એફ.સી. ટાઉનશીપ અને અંકલેશ્વરની તક્ષશીલા સ્કૂલ ખાતે ચાલતા ટેકવોન્ડો ક્લાસના કોચ હિતેશ વાઘેલા અને મેહુલ ચૌહાણના નેતૃત્વ હેઠળ કુલ ૧૭ ખેલાડીઓએ ભાગ લીધો હતો.
આ ખેલાડીઓએ વિવિધ કેટેગરીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી કુલ ૧૭ મેડલ હાંસલ કર્યા છે. જેમાંથી ૧૧ ગોલ્ડ મેડલ, ૫ સિલ્વર મેડલ અને ૧ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.ગોલ્ડ મેડલ વિજેતાઓમાં પૂર્વાકુંવરબા, પ્રિયાંશી, વૃષ્ટિ, બોબી, નિર્વિધ્ના, દિવ્ય, ઓમ, નિશાંત, ધનવીર, તમલ અને મિહિરનો સમાવેશ થાય છે.સિલ્વર મેડલ વિજેતાઓમાં મીશા, રુચા,હેત્વી, મયંક અને જૈમીનનો સમાવેશ થાય છે.
Latest Stories