ટીમ ઈન્ડિયાને લઈને મોટા સમાચાર, બે મેચની ટેસ્ટ સીરીઝમાં ઋતુરાજ ગાયકવાડની જગ્યા પર આ ખેલાડીની ટીમમાં એન્ટ્રી

New Update
ટીમ ઈન્ડિયાને લઈને મોટા સમાચાર, બે મેચની ટેસ્ટ સીરીઝમાં ઋતુરાજ ગાયકવાડની જગ્યા પર આ ખેલાડીની ટીમમાં એન્ટ્રી

ટીમ ઇન્ડીયા હાલ સાઉથ આફ્રિકાના પ્રવાસ પર છે અને ત્યાં ટી-20 અને વનડે સીરીઝ રમી છે. હવે 26 ડીસેમ્બરથી બે મેચની ટેસ્ટ સીરીઝ રમવા જઈ રહી છે. એ પહેલા ટીમ ઈન્ડિયાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.

ટેસ્ટ મેચ માટે ટીમ ઇન્ડીયાના ઓપનર ઋતુરાજ ગાયકવાડ ગઈકાલે સ્વસ્થ ન થવાને કારણે ટીમમાંથી બહાર થયા હતા અને હવે તેની જગ્યા પર ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરનાર અભિમન્યુ ઇશ્વરનની ટીમમાં એન્ટ્રી થઇ ગઈ છે. નોંધનીય છે કે બંગાળ માટે ડોમેસ્ટિક ક્રિકેટમાં ભાગ લેનાર અભિમન્યુએ અત્યાર સુધી ટીમ ઈન્ડિયા માટે કોઈ ઈન્ટરનેશનલ મેચ રમી નથી. જો કે અભિમન્યુ ઇશ્વરનને બે વખત ટીમ સ્કવોડમાં જગ્યા મળી છે.

#India #ConnectGujarat #Team India #Big news #Test Series #Rituraj Gaekwad
Latest Stories