ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ મેલબોર્નમાં રમાઈ રહી છે. શુક્રવારે મેચનો બીજો દિવસ છે.લંચ બ્રેક સુધી ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 7 વિકેટ ગુમાવીને 454 રન બનાવી લીધા છે.
ઓસ્ટ્રેલિયા તરફથી પહેલી ઇનિંગમાં સ્ટીવ સ્મિથ અને મિચેલ સ્ટાર્ક ક્રિઝ પર છે. સ્મિથે તેની ટેસ્ટ કારકિર્દીની 34મી સદી ફટકારી છે. તેણે ભારત સામે તેની 11મી સદી ફટકારી છે. બોક્સિંગ ડે ટેસ્ટમાં સ્ટીવની આ પાંચમી સદી છે.પેટ કમિન્સ 49 રન બનાવીને આઉટ થયો હતો. રવીન્દ્ર જાડેજાએ તેને નીતિશ કુમાર રેડ્ડીના હાથે કેચ કરાવ્યો હતો. જાડેજાએ પહેલા દિવસે સેમ કોન્સ્ટાસ (60 રન)ને પણ આઉટ કર્યો હતો.