શ્વાસ થંભાવી દેતી ફાઇનલ મેચમાં આફ્રિકાને હરાવી ભારતે વિશ્વ કપ જીત્યો

સ્પોર્ટ્સ | સમાચાર : T20 વર્લ્ડ કપ 2024ની ટાઈટલ મેચ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ હતી. ભારતે અજેય રહીને ચેમ્પિયનશિપ જીતી લીધી,ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી

New Update
ચેમ્પિયનશિપ

T20 વર્લ્ડ કપ 2024ની ટાઈટલ મેચ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ હતી. ભારતે અજેય રહીને ચેમ્પિયનશિપ જીતી લીધી છે.

 ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને 20 ઓવરમાં સાત વિકેટે 176 રન બનાવ્યા. જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 169 રન જ બનાવી શકી હતી. 

દિલધડક મેચમાં ભારતનો 7 રનથી વિજય થયો હતો. ભારત તરફથી હાર્દિક પંડ્યાએ  20 રનમાં 3 વિકેટ, જસપ્રીત બુમરાહે 18 રનમાં 2 વિકેટ તથા અર્શદીપ સિંગહે 20 રનમાં 2 વિકેટ લીધી હતી. સાઉથ આફ્રિકા તરફથી કલાસને 27 બોલમાં 52 રનની ઈનિંગ રમી હતી. ક્વિન્ટન ડીકોકે 39 રન, સ્ટબ્લસે 31 રન અને મિલરે 21 રન બનાવ્યા હતા.

Latest Stories