/connect-gujarat/media/media_files/2025/02/24/Ma88MR6g9TdpH5d1OUsS.jpg)
આઇસીસી ચેમ્પિયંસ ટ્રોફી 2025ની સેમીફાઇનલ માટે બે ટીમોએ સીટ પાક્કી કરી લીધી છે ગ્રુપ-Aમાંથી ભારત અને ન્યૂઝીલેન્ડ બંને એક સાથે સેમીફાઇનલમાં પહોંચી ગયા છે.કિવીએ બાંગ્લાદેશ સામે જીત મેળવતા ન્યૂઝીલેન્ડની સાથે-સાથે ભારત પણ સેમિફાઇનલમાં પહોંચી ગયું છે.યજમાન પાકિસ્તાન અને બાંગ્લાદેશ ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયા છે.બંને શરૂઆતની બંને મેચો હારી ગયા છે.બાંગ્લાદેશને ભારત સીવાય ન્યૂઝીલેન્ડ સામે પણ હારનો સામનો કરવો પડ્યો છે.પાકિસ્તાનને ભારત સામે 6 વિકેટ અને ન્યૂઝીલેન્ડ સામે 60 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.ભારત અને ન્યૂઝીલેન્ડ પાસે 4-4 પોઇન્ટ છે.ન્યૂઝીલેન્ડ (+0.863) ગ્રુપ Aના પોઇન્ટ ટેબલમાં સારા રનરેટ સાથે પ્રથમ સ્થાને છે,તો ભારત (+0.647) બીજા નંબર પર છે,તો બાંગ્લાદેશ (-0.443) ત્રીજા સ્થાન સાથે બહાર થઇ ગયું છે,તો પાકિસ્તાન (-1.087) ચોથા સ્થાન પર છે