ચેમ્પિયન્સ ટ્રોફી 2025 : સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડનો શાનદાર વિજય

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં બીજી સેમીફાઈનલ ન્યૂઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ હતી. લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ન્યૂઝીલેન્ડે બાજી મારી લીધી છે.

New Update
cricet inndgr
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં બીજી સેમીફાઈનલ ન્યૂઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ હતી. લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ન્યૂઝીલેન્ડે બાજી મારી લીધી છે. કીવી ટીમે સાઉથ આફ્રિકાને જીત માટે 363 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમ 312 રન બનાવી શકી હતી. આમ ન્યૂઝીલેન્ડે સાઉથ આફ્રિકાને 50 રને હાર આપી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે. ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબી મુકાબલો 9 માર્ચે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. જણાવી દઈએ કે, ભારતીય ટીમે પહેલી સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને 4 વિકેટે હરાવીને ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે. ત્યારે હવે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ ન્યૂઝીલેન્ડ અને ઇન્ડિયા વચ્ચે રમાશે.
Advertisment

ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમે 50 ઓવરમાં 6 વિકેટ પર 362 રન બનાવ્યાં હતા. ચેમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં આ સૌથી મોટો સ્કોર રહ્યો. ન્યૂઝીલેન્ડની શરૂઆત સારી રહી હતી જેમાં વિલ યંગે રચિન રવીન્દ્ર સાથે મળીને 48 રનની પાર્ટનરશીપ કરી હતી. યંગ 22 રન બનાવીને આઉટ થયો હતો.

Advertisment
Latest Stories