/connect-gujarat/media/media_files/2025/03/09/1j2uJO9Xf20PK3lX1DpQ.jpg)
રોહિત શર્માની કેપ્ટનશિપમાં, ટીમ ઈન્ડિયા ICC ટુર્નામેન્ટમાં સતત ચોથી ફાઈનલ રમશે. ભારત આજે દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. રોહિત T20 વર્લ્ડ કપના રૂપમાં ફક્ત એક જ ખિતાબ જીતી શક્યો છે. તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને ODI વર્લ્ડ કપ ફાઈનલમાં હારી ગયો હતો.ટીમ ઈન્ડિયા સતત ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં પહોંચી છે. ટીમે 2013માં ટાઇટલ જીત્યું હતું.
પરંતુ 2017માં પાકિસ્તાન સામે હારી ગયું હતું. હવે રોહિતની કેપ્ટનશિપમાં, ટીમ પાસે 12 વર્ષ પછી આ ICC ટાઇટલ જીતવાની તક છે.રોહિત શર્માએ 2 T20 વર્લ્ડ કપ, 1 ODI વર્લ્ડ કપ, 1 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને 1 ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું. આ 5 ICC ટુર્નામેન્ટમાં, ભારતે 30 મેચ રમી, 26 જીતી અને ફક્ત 4 હારનો સામનો કરવો પડ્યો.