/connect-gujarat/media/media_files/2025/03/04/uCanKOSFU4xS6vNUwHEg.jpg)
ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી સેમિફાઈનલ આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં બપોરે 2:30 વાગ્યે શરૂ થશે. અહીં બંને ટીમ પહેલી વાર એકબીજાનો સામનો કરશે.બંને ટીમ ICC ટુર્નામેન્ટના નોકઆઉટમાં નવમી વખત આમને-સામને રમશે.
અગાઉના મુકાબલામાં, બંને ટીમ 4-4 થી જીતી હતી. બંને ટીમ છેલ્લે 2023ના ODI વર્લ્ડ કપ ફાઈનલમાં એકબીજાનો સામનો કરી હતી, જ્યારે ઓસ્ટ્રેલિયા 6 વિકેટથી જીત્યું હતું. ભારત પાસે તે હારનો બદલો લેવાની તક છે.ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં 151 વન-ડે મેચ રમાઈ છે. ભારતે 7 અને ઓસ્ટ્રેલિયાએ 10 જીત મેળવી. બંને ટીમ પહેલી વાર દુબઈમાં આમને-સામને થઈ રહી છે. ભારતે ટુર્નામેન્ટમાં તેની ત્રણેય મેચ આ મેદાન પર રમી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયાએ ત્રણેય મેચ પાકિસ્તાનમાં રમી હતી.