ચેન્નાઇ સુપર કિંગ્સ રેકોર્ડ 10મી વખત ફાઇનલમાં, ગુજરાત ટાઈટન્સની ટીમને 15 રનથી હરાવ્યું

New Update
ચેન્નાઇ સુપર કિંગ્સ રેકોર્ડ 10મી વખત ફાઇનલમાં, ગુજરાત ટાઈટન્સની ટીમને 15 રનથી હરાવ્યું

IPL 2023ની ક્વોલિફાયર-1 મેચ ચેપોક ખાતે ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી. ક્વોલિફાયર 1માં મહેન્દ્રસિંહ ધોનીની કેપ્તાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઈટન્સને 15 રનથી હરાવ્યું હતું. 23મેના રોજ રમાયેલી મેચમાં CSKએ પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઈટન્સને 173 રનનો ટાર્ગેટ આપ્યો હતો. 173 રનના ટાર્ગેટનો પીછો કરતા ગુજરાત ટાઈટન્સ 20 ઓવરમાં 157 રનમાં સમેટાઈ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ચેન્નાઈ રેકોર્ડ 10 વખત આઈપીએલની ફાઈનલમાં પહોંચી છે. ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સને હરાવીને 10મી વખત IPLની ફાઇનલમાં જગ્યા બનાવી છે. ચાર વખતની ચેમ્પિયન ચેન્નાઈની ટીમે ફાઇનલમાં શાનદાર વાપસી કરી છે. ગત સિઝનમાં તે પ્લેઓફમાં પણ પહોંચી શકી નહોતી. ધોનીની કપ્તાની હેઠળ ટીમ હવે 28મી મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાંચમી વખત ચેમ્પિયન બનવા માટે ઉતરશે.

Read the Next Article

ડ્રો થયેલી ટેસ્ટ મેચોમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકર બીજા નંબરે

ટેસ્ટ ક્રિકેટ પાંચ દિવસનું હોય છે અને આ તે જગ્યા છે જ્યાં બેટ્સમેનની ધીરજની કસોટી થાય છે. ટેસ્ટમાં ચારેય પરિણામો શક્ય છે - જીત, હાર, ડ્રો અને ટાઇ. ચાલો જાણીએ કે ભારત માટે ડ્રો થયેલી ટેસ્ટ મેચોમાં સૌથી વધુ રન કોણે બનાવ્યા છે.

New Update
19.1

ટેસ્ટ ક્રિકેટ પાંચ દિવસનું હોય છે અને આ તે જગ્યા છે જ્યાં બેટ્સમેનની ધીરજની કસોટી થાય છે. ટેસ્ટમાં ચારેય પરિણામો શક્ય છે - જીત, હાર, ડ્રો અને ટાઇ. ચાલો જાણીએ કે ભારત માટે ડ્રો થયેલી ટેસ્ટ મેચોમાં સૌથી વધુ રન કોણે બનાવ્યા છે.


ભારત માટે ડ્રો થયેલી ટેસ્ટ મેચોમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ સુનિલ ગાવસ્કરના નામે છે. તેમણે ભારતીય ટીમ માટે ડ્રો થયેલી 67 ટેસ્ટ મેચોમાં કુલ 6039 રન બનાવ્યા છે. આ દરમિયાન, તેમના બેટમાંથી 22 સદી અને 25 અડધી સદી નીકળી છે.

ભારત માટે ડ્રો થયેલી ટેસ્ટ મેચોમાં સૌથી વધુ રન બનાવવાના મામલે સચિન તેંડુલકર બીજા નંબરે છે. તેમણે ડ્રો થયેલી 72 ટેસ્ટ મેચોમાં કુલ 5887 રન બનાવ્યા છે. તેમણે ડ્રો થયેલી મેચોમાં 20 સદી અને 26 અડધી સદી ફટકારી છે.

ભારત માટે ડ્રો થયેલી ટેસ્ટ મેચોમાં સૌથી વધુ રન બનાવવાના મામલે રાહુલ દ્રવિડ ત્રીજા નંબરે છે. તેમણે 59 ડ્રો થયેલી ટેસ્ટ મેચોમાં કુલ 5379 રન બનાવ્યા છે અને 17 સદી ફટકારી છે.

દિલીપ વેંગસરકર ભારત માટે ડ્રો થયેલી ટેસ્ટ મેચોમાં સૌથી વધુ રન બનાવવાના મામલે ચોથા સ્થાને છે. તેમણે 64 ડ્રો થયેલી ટેસ્ટ મેચોમાં કુલ 4027 રન બનાવ્યા છે. આ દરમિયાન તેમણે 11 સદી અને 22 અડધી સદી ફટકારી છે.

વીવીએસ લક્ષ્મણ ભારત માટે ડ્રો થયેલી ટેસ્ટ મેચોમાં સૌથી વધુ રન બનાવવાના મામલે પાંચમા સ્થાને છે. તેમણે 46 ડ્રો થયેલી ટેસ્ટ મેચોમાં કુલ 3380 રન બનાવ્યા છે. આ દરમિયાન તેમણે 8 સદી અને ૨૨ અડધી સદી ફટકારી છે.
Master blaster Sachin Tendulkar | cricket | Indian batsmen 
Latest Stories