ચેન્નાઈ સુપર કિંગ્સએ ગુજરાત ટાઈટન્સને હરાવ્યું, શિવમ દુબે અને રચીન રવિન્દ્ર ઝળક્યા

ચેન્નાઈ સુપર કિંગ્સએ ગુજરાત ટાઈટન્સને હરાવ્યું, શિવમ દુબે અને રચીન રવિન્દ્ર ઝળક્યા
New Update

ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)એ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)-2024માં સતત બીજી જીત હાંસલ કરી છે. ટીમે સોમવારે વર્તમાન સિઝનની સાતમી મેચમાં ગુજરાત ટાઇટન્સ (GT)ને 63 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે CSK 4 પોઇન્ટ્સ સાથે પોઇન્ટ્સ ટેબલમાં ટોચ પર આવી ગઈ છે. ચેન્નઈએ આ મેદાન પર સિઝનના ઓપનરમાં RCBને હરાવ્યું હતું.

ચેપોક સ્ટેડિયમ ખાતે 207 રનના ટાર્ગેટને ચેઝ કરતા ગુજરાત 20 ઓવરમાં 8 વિકેટે 143 રન જ બનાવી શક્યું હતું. આ પહેલાં પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈએ 20 ઓવરમાં 6 વિકેટે 206 રન બનાવ્યા હતા. રચિન રવીન્દ્ર (20 બોલમાં 46 રન) અને શિવમ દુબે (23 બોલમાં 51 રન)એ વિસ્ફોટક ઇનિંગ્સ રમી હતી, જ્યારે કેપ્ટન ઋતુરાજ ગવકવાડે 36 બોલમાં 46 રનનું યોગદાન આપ્યું હતું. રાશિદ ખાને બે વિકેટ ઝડપી હતી.ગુજરાત તરફથી સાઈ સુદર્શને સૌથી વધુ 37 રન બનાવ્યા હતા. રિદ્ધિમાન સાહા અને ડેવિડ મિલરે 21-21 રન બનાવ્યા હતા. બાકીના બેટર્સ કંઈ ખાસ કરી શક્યા ન હતા. ચેન્નઈ તરફથી દીપક ચહર, મુસ્તફિઝુર રહેમાન અને તુષાર દેશપાંડેએ 2-2 વિકેટ લીધી હતી.

#India #ConnectGujarat #Gujarat Titans #Chennai Super Kings #Shivam Dubey #Rachin Ravindra
Here are a few more articles:
Read the Next Article