IPL-18માં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ને સતત ત્રીજી મેચ હાર્યું, દિલ્હી કેપિટલસે હરાવ્યું

IPL-18માં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ને સતત ત્રીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમનો દિલ્હી કેપિટલ્સ (DC) સામે 25 રને પરાજય થયો. દિલ્હીની આ સતત ત્રીજી જીત

New Update
csk

IPL-18માં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ને સતત ત્રીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમનો દિલ્હી કેપિટલ્સ (DC) સામે 25 રને પરાજય થયો. દિલ્હીની આ સતત ત્રીજી જીત છે.શનિવારે રમાયેલી પહેલી મેચમાં 184 રનના ટાર્ગેટને ચેઝ કરતી ચેન્નઈ 20 ઓવરમાં 5 વિકેટે માત્ર 158 રન જ બનાવી શકી હતી.

Advertisment

વિજય શંકર 69 અને એમએસ ધોની 30 રન બનાવીને અણનમ રહ્યા. દિલ્હી તરફથી વિપરાજ નિગમે 2 વિકેટ લીધી. મિચેલ સ્ટાર્ક, મુકેશ કુમાર અને કુલદીપ યાદવે એક-એક વિકેટ લીધી.ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં દિલ્હીએ ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ટીમે 20 ઓવરમાં 6 વિકેટે 183 રન બનાવ્યા. કેએલ રાહુલે 51 બોલમાં 77 રનની ઇનિંગ રમી. અભિષેક પોરેલે 33 રન, ટ્રિસ્ટન સ્ટબ્સે અણનમ 24 રન અને સમીર રિઝવીએ 20 રનનું યોગદાન આપ્યું હતું. CSK માટે ખલીલ અહેમદે 2 વિકેટ લીધી.

Advertisment
Latest Stories