New Update
/connect-gujarat/media/post_banners/4f219664c6a5cb1efe663aaec9c332b7d4f15b88375982287fc42adb34a7d807.webp)
પાંચ વખતની ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સે IPL-2024ની શરૂઆત જીત સાથે કરી છે. નવા કેપ્ટન ઋતુરાજ ગાયકવાડની કેપ્ટનશિપમાં CSKએ સિઝનની શરૂઆતની મેચમાં RCBને 6 વિકેટથી હરાવ્યું હતું.ચેપોક સ્ટેડિયમ, ચેન્નઈમાં ટૉસ જીતીને RCBએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 173 રન બનાવ્યા હતા.
RCB તરફથી અનુજ રાવતે સૌથી વધુ 48 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી 20 બોલમાં માત્ર 21 રન જ બનાવી શક્યો હતો. મુસ્તફિઝુર રહેમાને 4 વિકેટ લીધી હતી. જવાબમાં ચેન્નઈએ 18.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. શિવમ દુબે (34) અને રવીન્દ્ર જાડેજા (25)એ પાંચમી વિકેટ માટે અણનમ 66 રન જોડ્યા હતા
Latest Stories